Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

11 વર્ષ પછી આ ફિલ્મમાં ચમકશે અક્ષય કુમાર-વિદ્યા બાલનની જોડી

મુંબઈ:બોલીવુડના ખેલાડી અક્ષય કુમારની આગામી ફિલ્મ કેસરીના શૂટિંગમાં હાલ વ્યસ્ત છે. આપને જણાવી દઈએ કે અક્ષય કુમાર પોતાની આ ફિલ્મ પછી પોતાની મોટા બજેટની ફિલ્મ ‘મંગલયાન’નું શૂટિંગ શરૂ કરવાના છે. આવામાં આ ફિલ્મની સ્ટાર કાસ્ટને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં કુલ 4 એકટ્રેસ અક્ષય કુમાર સાથે કામ કરશે. દિગ્દર્શક-નિર્માતા આર. બાલ્કિની મિશન મંગલયાન પર આધારિત આગામી ફિલ્મમાં લગભગ 11 વર્ષ બાદ અભિનેતા અક્ષય કુમાર અને વિદ્યા બાલન જોવા મળશે. એટલું જ નહીં આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં સરવાળો થઇ રહ્યો છે. ખબર તો આવી છે કે દબંગ ગર્લ સોનાક્ષી સિંહા, નિમ્રત કૌર અને તાપસી પન્નુ પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવવા જઇ રહી છે.આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે પહેલા વિદ્યા બાલનનું નામ ચર્ચામાં હતુ. પણ હવે તાપસી પન્નૂ અને સોનાક્ષી સિન્હા નજર આવશે. આપને જણાવી દઈએ કે આ ફિલ્મમાં 11 વર્ષબાદ વિદ્યા બાલન સાથે કામ કરશે. અક્ષય તાપસી સાથે ફિલ્મ બેબીમાં કામ કરી ચુક્યો છે. તો રાઉડી રાઠોડમાં સોનાક્ષી સિન્હા સાથે કામ કરી ચુક્યો છે.હવે આ ફિલ્મમાં નિમ્રત કૌર પણ જોડાવાની છે. અક્ષયે સોનાક્ષી સાથે ‘બોસ’ અને ‘હોલી-ડે’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. ‘બૅબી’ ફિલ્મમાં તાપસી સાથે અક્ષયે જોડી જમાવી હતી અને ‘એરલિફ્ટ’માં નિમ્રત કૌર સાથે રોમાન્સ કરતો જોવા મળ્યો હતો. હવે અક્ષય આ બધી હિરોઇનો સાથે ‘મંગલયાન’માં ઝળકવાનો છે.આપને જણાવી દઈએ કે અક્ષયની આ ફિલ્મ ‘મંગલયાન એક સ્પેસ મિશનની કહાની છે. આ ફિલ્મને લઈને દર્શકો ખુબજ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં ફેન્સ અક્ષય કુમાર અને વિદ્યા બાલનની ખુબસુરત જોડી જોવાનો મોકો મળશે.

(4:35 pm IST)