Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

-તો નુસરત ભરૂચા સાથે બનશે આયુષ્યમાન ખુરાનાની જોડી

બોલીવૂડના યુવાન અને સફળ અભિનેતાઓમાં આયુષ્યમાન ખુરાનાનો પણ સમાવેશ થઇ ગયો છે. તે અભિનય ઉપરાંત પોતાના દેખાવ અને ગીતો થકી પણ દર્શકોની સંખ્યા વધારી રહ્યો છે. તેણે   એક જ મહિનામાં સતત બે હિટ ફિલ્મો અંધાધૂન અને બધાઇ હો આપી છે. આ કારણે તેને વધુ ને વધુ ફિલ્મોની ઓફર થઇ રહી છે. આમ તો તેને સતત ફિલ્મોની ઓફર મળતી જ રહે છે, પણ તે સમજી વિચારીને ફિલ્મો પસંદ કરે છે. હવે તે એકતા કપૂર બેનરની એક ફિલ્મ કરશે. આ ફિલ્મમાં હિરોઇન તરીકે નુસરત ભરૂચાને લેવાની વાત ચાલી રહી છે. આયુષ્યમાનને ફિલ્મની કહાની ખુબ ગમી છે. કામ ઝડપથી શરૂ થાય તેવી શકયતા છે. આયુષ્યમાને સોનમ કપૂર, યામી ગોૈતમ, રાધિકા આપ્ટે, તબ્બુ જેવી અભિનેત્રીઓ સાથે કામ કર્યુ છે. જો બધુ બરાબર ચાલશે તો નુસરત સાથે જોડી બનશે.

 

(9:37 am IST)