Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

૧, પ૧, ૦૦, ૦૦, ૦૦૦: દસ એપિસોડની વેબ સીરિઝ માટે પ્રભાસે માગી આવી તોતિંગ ફી

મુંબઇ તા. ર૯ :.. શુક્રવારે 'સાહો' રિલીઝ થાય છે ત્યારે પ્રભાસ ન્યુઝમાં છે એ સમજી શકાય પણ તેની ફિલ્મ સિવાય પણ એક ન્યુઝ એવા છે જેણે પ્રભાસને ટોક-ઓફ -ધ-ઇન્ડસ્ટ્રી બનાવી દીધો છે. પ્રભાસને હમણાં એક હિન્દી વેબસિરીઝ માટે ઓફર આપવામાં આવી ત્યારે પ્રભાસે આખો પ્રોજેકટ સાંભળીને જે ફી કહી એણે રૃંવાડા ઉભા કરી દીધાં. પ્રભાસે દસ એપિસોડના આ પ્રોજેકટ માટે પ્રોડયુસર પાસે ૧,પ૧,૦૦,૦૦,૦૦૦ રૂપિયાની ડિમાન્ડ કરી છે આટલાં બધા મીંડાંવાળી રકમ વાંચવા માટે એકમ-દશક કરવું ન પડે એ માટે સ્પષ્ટતા પણ કરી દઇએ, આ રકમ છે એકસો એકાવન કરોઙ

પ્રભાસને સંભળાવવામાં આવેલી આ વેબ સિરીઝ એક સાયન્સ-ફીશન છે જેમાં પ્રભાસનું કેરેકટર એક એવા સાયન્ટિસ્ટનું   છે જે વિશ્વમાં પ્રસરી રહેલી બીમારીની સામે એકલા હાથે લડે છે. હવામાં પ્રસરી રહેલા એ વાઇરસને નાથવા માટે આ સાયન્ટિસ્ટે જગતના આઠ ખુણે જવાનું છે અને એ બધી જગ્યાએથી આ વાઇરસના સ્ત્રોતનો નાશ કરવાનો છે, પણ એને રોકવા માટે આઠ ટેરરિસસ્ટ જૂથ પણ એકિટવ છે.

પ્રભાસે માગેલી ફી પછી નેચરલી આ પ્રોજેકટ માટે નવા હીરોને શોધવાનું કામ શરૂ થાય એવી શકયતા વધારે છે.

(11:27 am IST)