Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ટીવી પરદે જલપરી બનશે જસલીન

બિગ બોસ-૧૨માં ભાગ લઇ સનસનાટી મચાવી ચુકેલી જસલીન મથારૂ હવે ફરીથી ટીવી પરદે આવી રહી છે. જસલીન અભિનય ક્ષેત્રે કારકિર્દી શરૂ કરી રહી છે. તેણે પોતાના ઇંસ્ટા એકાઉન્ટ પર લખ્યું હતું કે તે કલર્સના શો વિષમાં જોવા મળશે. સુપરનેચરલ શો વિષમાં રોજ નવા-નવા ટ્વિસ્ટ આપીને દર્શકોને જકડી રાખવાનો સફળ પ્રયોગ નિર્માતાઓ કરી રહ્યા છે. હવે અમુક ખાસ એપિસોડમાં જસલીનને ખાસ રોલમાં રજૂ કરવામાં આવી છે. ડો. આલિયા અને આદિત્યના રિલેશનમાં દરાર ઉભી કરવાની કહાની વચ્ચે જસલીન મથારૂની એન્ટ્રી થશે. શોમાં જસલીનને જલપરીનું પાત્ર મળ્યું છે. તે એક ગાયીકા છે અને બિગ બોસમાં અનૂપ જલોટા સાથે તેની જોડી દેખાડાઇ હતી અને એ કારણે રાતોરાત બંને ઘર-ઘરમાં ચર્ચાનું કારણ બન્યા હતાં.

(9:59 am IST)