Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ફિલ્મ હન્ટરનો સૈફ અલી ખાનનો લુક થયો વાઇરલ

મુંબઇ : બોલિવૂડમાં છોટે નવાબના હુલામણા નામે જાણીતા અભિનેતા ફિલ્મ સર્જક સૈફ અલી ખાને પોતાની આગામી ફિલ્મ હન્ટરના પાત્ર માટે ગેટપ તૈયાર કરીને એના ફોટોગ્રાફ્સ સોશ્યલ મિડિયા પર શૅર કર્યા હતા.ઔએનએચ ૧૦ ફિલ્મ બનાવનારા ફિલ્મ સર્જક નવદીપ સિંઘ ફિલ્મ બનાવવાના છે. તાજેતરમાં નેટફ્લીક્સ માટે રજૂ થયેલી વેબ સિરિઝ સેક્રેડ ગેમ્સમાં સૈફ અલી ખાનનો રોલ વખણાયો હતોહન્ટરનું પહેલું શિડયુલ રાજસ્થાનમાં શૂટ થયુ ંહતું. બીજું શિડયુલ મુંબઇના ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં શૂટ થવાનું છે. સોમવારે ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં હન્ટરના મુખ્ય પાત્રના ગેટપમાં દેખાયો ત્યારે કેટલાક લોકોને ઓમકારાનો સૈફ યાદ આવી ગયોે હતો. ઓમકારા વિશાલ ભારદ્વાજની ફિલ્મ હતી અને વિલિયમ શેક્સપિયરની એક કથા પર આધારિત હતી.કેટલાક લોકોના મતે હોલિવૂડના ટોચના અભિનેતા જ્હૉની ડેપની પાઇરેટ્સ ઑફ કેરેબિયન્સના મુખ્ય પાત્ર જેક સ્પેરો જેવો સૈફ અલી ખાનનો જણાતો હતો.

(3:50 pm IST)