Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

પાત્રમાં ઢળી જવા વિદ્યા બાલનની અઢળક મહેનત

વિદ્યા બાલન એવી અભિનેત્રી છે જે પોતાને મળેલા પાત્રમાં ઢળી જવા અઢળક મહેનત કરવા માટે જાણીતી છે. તે અભિનયને પરદા પર સહજ અને ખુબસુરત રીતે ઉતારી શકે છે. આ કારણે વિદ્યા અને તેણે નિભાવેલા પાત્ર સાથે દર્શકોને પ્રેમ થઇ જાય છે. વિદ્યાએ દરેક ફિલ્મમાં આવી ભુમિકાઓ નિભાવી છે. તેની ડર્ટી પિકચરની બિન્દાસ્ત હોટ સિલ્ક અને પરિણિતાની ભુમિકા નજર સામે જ રહે છે. હવે પછી વિદ્યા ગણિતજ્ઞ શકુંતલા દેવીના જીવન પર આધારીત ફિલ્મ શકુંતલામાં જોવા મળવાની છે. તેની આ ફિલ્મ એકત્રીસમીએ રિલીઝ થઇ રહી છે. વિદ્યા ફરી એક વખત દિલચશ્પ પાત્ર સાથે દર્શકોને મંત્રમુગ્ધ કરવા તૈયાર છે. તેની આ ફિલ્મ ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. ટ્રેલર લોકોને ખુબ ગમ્યું છે. શકુંતલા દેવીએ પોતાની જિંદગીમાં વાંસળી પણ વગાડી હતી. વિદ્યાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે પણ આ દ્રશ્યને પરદા પર ઉતારવા માટે સાચ્ચે જ વાંસળીવાદનની તાલિમ લીધી હતી. શકુંતલા દેવીના દરેક પાસાનો વિદ્યાએ જીણવટથી અભ્યાસ કર્યો હતો. વિદ્યાની આ મહેનતના દરેક લોકો વખાણ કરી રહ્યા છે.

(10:10 am IST)