Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

ઢીંચાક પૂજાનું લેટેસ્ટ સોન્ગ 'નાચ કે પાગલ'. વાયરલ :વિડીઓએ યૂટ્યૂબ પર ધૂમ મચાવી

ટ્રેડિંગ લિસ્ટમાં ચોથા નંબરે :17 લાખ લોકોએ નિહાળ્યું

ઢીંચાક પૂજાનું લેટેસ્ટ સોન્ગ યુ-ટ્યૂબ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ સોન્ગનું ટાઈટલ છે, 'નાચ કે પાગલ'. સોન્ગને અત્યાર સુધી 17 લાખ લોકો યુ-ટ્યૂબ પર જોઈ ચૂક્યા છે. આ સોન્ગ યુ-ટ્યૂબના ટ્રેડિંગ લિસ્ટમાં ચોથા નંબર પર છે.

  સોન્ગમાં પૂજા ક્યારેક પુલના કિનારે રેપ કરે છે તો ક્યારેક ડાન્સની સાથે કમર મટકાવતી જોવા મળી છે. આ સોન્ગ પહેલા પૂજાએ દિલોનું શૂટર અને સ્વેગ વાળી ટોપી જેવા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. સોન્ગમાં પહેલામી જેમ દબાયેલું મ્યુઝિક અને બીટ્સથી બિલકુલ અલગ ભાગતી ઢીંચેક પૂજાનો શબ્દો સાંભળવા મળે છે.

   25 જુલાઈના રોજ રિલીઝ થયેલું આ સોન્ગ હવે ટ્રેન્ડમાં આવ્યું છે. પૂજાને પોતાના સોન્ગથી એટલી પોપ્યુલારિટી મળી ચૂકી છે કે તેને ટીવીના સોથી મોટા રિયાલિટી ટીવી શો બિગ બોસનું પણ આમંત્રણ મળ્યું હતું. જોકે શોએ કંઈ ખાસ કમાલ કરી બતાવ્યો નથી. તે શોમાં લગભગ શાંત જ રહી છે અને મુશ્કેલીથી તેમણે એક્શન મોડમાં જોવામાં આવી હતી. આ કારણે જ તો લાંબા સમય સુધી શોમાં સર્વાઈવ ન રહી શકી.

(12:28 pm IST)