Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

જિમી શેરગીલની ફિલ્મ 'ફેમિલી ઓફ ઠાકુરગંજ'નું ટ્રેલર લોન્ચ

મુંબઈ: અજય સિંહ રાજપૂત દ્વારા નિર્મિત ફિલ્મ અને જિમી શેરગિલ અભિનીત ફેમેલી ઓફ ઠાકુરગંજનું ટ્રેલર લોન્ચ કરવાં આવ્યું છે. ફિલ્મમાં જિમી સાથે માહી ગીલની જોડી જોવા મળી રહી છે. ટ્રેલરમાં સુપ્રિયા પિલગાંવકર નંદીશ સંધુ અને સૌરભ શુકલા પણ મુખ્ય ભૂમિકામાં છે. 2 મિનિટ 49 સેકેન્ડના ટ્રેરલમાં જબરદસ્ત એક્શન અને દમદાર ડાયલોગ્સ જોવા મળે છે. કહાની એક પરિવારની છે જે ઠાકુરગંજમાં પોતાની દાદાગીરી માટે પ્રખ્યાત છે. પાત્રમાં સૌરભ શુકલા અને જિમી શેરગિલ થશનમાં નજરે પડે છે બીજી તરફ માહી ગીલનો અંદાજ પણ જબરદસ્ત જોવા મળે છે.

(4:49 pm IST)