Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ધૂમ-૪માં જોવા મળશે સલમાન અને રણવીર?

સલમાનના લોન્ગ હેર અને ચહેરા પર નિશાન હશે એવી ચર્ચા

સલમાન ખાન અને રણવીરસિંહ 'ધૂમ-૪'માં જોવા મળશે એવી ચર્ચા છે. આ ફિલ્મમાં પહેલા સલમાન હોવાની  ચર્ચા ચાલી હતી અને હવે રણવીર પણ જોવા મળશે એવી ચર્ચા છે. ધૂમ સીરીઝની દરેક ફિલ્મમાં અલગ એકટરને પસંદ કરવામાં આવે છે અને ચોથી સીરીઝમાં પણ એમ જ કરવામાં આવશે. જો કે સલમાને વિલનનું પાત્ર ભજવવા માટે ના પાડી હતી, પરંતુ આ ફિલ્મની સ્ટોરી અલગ હોય તો નવાઈ નહિં. આદિત્ય ચોપડા છેલ્લા એક વર્ષથી આ ફિલ્મને લઈને સલમાન સાથે ચર્ચા કરી રહ્યો છે અને તેણે રેસ-૩ની રીલીઝ બાદ આ ડિલ ફાઈનલ કરી દીધી હોવાની ચર્ચા ચાલી રહી છે.

ફિલ્મમાં તેની સાથે રણવીર પણ દેખાશે એવી શકયતા છે. આ ફિલ્મમાં સલમાન અને રણવીરની સાથે કેટરીના કૈફ જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે. જો કે કેટરીનાએ ધૂમ-૩માં કામ કર્યુ હોવાથી તેના ચાન્સ ઓછા છે. હાલમાં આમિર ખાન અને અમિતાભ બચ્ચન સાથેની ઠ્ગ્સ ઓફ હિન્દોસ્તામાં વ્યસ્ત છે અને ત્યારબાદ તે ધૂમ-૪ને ડિરેકટ કરશે. સલમાન હવે ભારતનું શૂટીંગ શરૂ કરવાનો છે અને ત્યારબાદ તે દબંગ-૩નું શૂટીંગ શરૂ કરશે. આ ફિલ્મનું શૂટીંગ આવતા વર્ષે દુબઈમાં ૧૩૦ દિવસના શેડ્યુલ હેઠળ કરવામાં આવશે. આ ફિલ્મમાં સલમાન લોન્ગ હેર અને ચહેરા પર નિશાન જોવા મળશે. યશરાજ ફિલ્મ્સના પ્રવકતાએ આ વાતને ફગાવતા કહ્યું હતું કે હજી સુધી ધૂમ - ૪ પર કામ પણ શરૂ કરવામાં નથી આવ્યુ. આ વાતમાં કોઈ તથ્ય નથી.

(4:31 pm IST)