Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

સંજુમાં સંજય દત્તની જોરદાર એન્ટ્રીઃ તસ્વીરો સોશિયલ મિડીયામાં વાયરલ

રણબીર કપૂર સાથે સંજય દત્ત ગીતના દ્રશ્યમાં દેખાય છે

મુંબઇઃ સુપરસ્ટાર સંજય દત્તના જીવન પર બનેલી ફિલ્મ 'સંજુ' આજથી રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મમાં સંજય દત્તની ભૂમિકા રણબીર કપૂરે નિભાવી છે. જો કે ફિલ્મમાં સંજય દત્તની પણ એક ધમાકેદાર એન્ટ્રી છે એ સિન સોશિયલ મિડીયામાં ગઇકાલથી જ ફરતો થઇ ગયો હતો. ફિલ્મમાં રિલ લાઇફ અને રિયલ લાઇફ સંજુના ખાસ દ્રશ્યો જોવા ચાહકો અધીરા બન્યા છે. ત્યારે લિક થયેલા સિનના દ્રશ્યો ખુબ વાયરલ થયા છે. જેમાં સંજય દત્ત અને રણબીર કપૂર બંને દેખાય છે. ફિલ્મમાં સંજય દત્તની યુવાનીથી માંડીને જેલમાંથી છેલ્લે મુકત થાય છે ત્યાં સુધીની કહાની દેખાડાઇ છે. રાજકુમાર હિરાની દ્વારા લિખીત નિર્દેશીત આ ફિલ્મમાં પરેશ રાવલ, મનિષા કોઇરાલા, અનુષ્કા શર્મા, દિયા મિર્ઝા, વિક્કી કોૈશલ સહિતના કલાકારો પણ છે. ફિલ્મમાં સંજય દત્ત હશે કે નહિ? તે અંગે અટકળો થઇ રહી હતી. ત્યારે વાયરલ થયેલી તસ્વીરોએ સ્પષ્ટ કર્યુ છે કે સંજય દત્તની પણ જોરદાર એન્ટ્રી જોવા મળશે.

(1:00 pm IST)