Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

1 જુલાઈએ પાકિસ્તાનમાં ટકરાશે સલમાન ખાન-રણબીર કપૂર

મુંબઈ: ટોચના બે અભિનેતા રણબીર કપૂર અને સલમાન ખાન પાડોશી દેશ પાકિસ્તાનમાં બોક્સ ઑફિસ પર ટકરાશે એવી માહિતી મળી હતી. સલમાન ખાનની રેસ થ્રી અને રણબીર કપૂરની સંજય દત્તની બાયો-ફિલ્મ સંજુ એક સાતે પાકિસ્તાનમાં રજૂ થવાની છે. આમ તો રેસ થ્રી ભારતમાં ઇદ પર રજૂ થવાની છે.પરંતુ પાકિસ્તાને ઇદ પર કોઇ ભારતીય ફિલ્મ પોતાને ત્યાં રિલિઝ   થાય એવો ફતવો બહાર પાડયો હતો. ઇદની પહેલાંના બે દિવસ અને ઇદ પછીના પંદર દિવસ ભારતીય ફિલ્મો રજૂ થવા દેવી એવો વટહુકમ પાકિસ્તાની માહિતી પ્રસારણ ખાતાએ ગયા સપ્તાહે પ્રગટ કર્યો હતો. બજરંગી ભાઇજાન રજૂ થઇ ત્યારબાદ પાકિસ્તાનમાં પણ સલમાન ખાનના નામનો ડંકો વાગે છે. કદાચ એટલેજ પાકિસ્તાને ઇદ પર રેસ થ્રી પોતાની ધરતી પર રજૂ થાય એવું પગલું ભર્યું હતું. સંજય દત્તની બાયો ફિલ્મ મુન્નાભાઇ ફેમ રાજકુમાર હીરાણીએ બનાવી છે અને એમાં રણબીર કપૂરે કરેલા અભિનયને બોલિવૂડના વ્હઇ ઇઝ વ્હૂ કહેવાય એવા મહાનુભાવોએ બિરદાવ્યો હતો. જો કે સલમાનની તુલનાએ રણબીરની લોકપ્રિયતા પાકિસ્તાનમાં વધુ છે એવું કહી શકાય નહીં.

(4:56 pm IST)