Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

નાગિન-૩ની જગ્યાએ આવી રહ્યો છે શો કવચ-૨

ફિલ્મોની જેમ ટીવી શોની સિકવલ પણ બનતી રહે છે. એક સમય હિટ થયેલા શો 'કવચ'ના આગળના ભાગ 'કવચ-૨'ની શરૂઆત થશે. કવચમાં મોના સિંહ અને વિવેક દહિયાએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. હવે કવચ-૨માં મોના સિંહને જગ્યાએ દિયા ઓૈર બાતી હમ ફેઇમ દિપીકા સિંહ મુખ્ય રોલ નિભાવશે. તેમજ વિવેકને બદલે નમિક પોૈલ જોવા મળશે. નાગિન-૩ શો પુરો થશે અને તેની જગ્યાએ કવચ-૨ શરૂ થશે. દિપીકા અને નમિકે પોતાના દ્રશ્યોનું શુટીંગ શરૂ કરી દીધું છે. નાઇગાંવના સ્ટુડિયો ખાતે દિપીકા અને નમિકે શિવ મંદિરમાં મુહુર્ત શોટનું શુટીંગ કર્યુ હતું. દિપીકા ફરીથી ટીવી પરદે આવીને ખુશ છે. બાળકના જન્મને કારણે તે લાંબા સમયથી ટીવી પરદેથી દુર હતી. મોનાએ કહ્યું હતું કે તે હાલમાં બીજા પ્રોજેકટ સાથે જોડાયેલી હોવાથી આ શો કરી શકી નથી. હું દર્શકોને નવી સ્ટારકાસ્ટ સાથેનો આ શો જોવા વિનંતી કરીશ.

(9:38 am IST)