Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

ચોરીછુપીથી પસંદગીના પ્રેમી સાથે લગ્નગ્રંથીથી જોડાતા સિને જગતના અનેક સિતારાઓ

યામી ગૌતમ-આદિત્‍ય, રાની મુખર્જી-આદિત્‍ય ચોપરા, પ્રિયા-જોન અબ્રાહમ, અનુષ્‍કા શર્મા-વિરાટ કોહલી સહિતના સેલિબ્રિટીઝ

મુંબઈ: બોલીવુડની જાણીતી અભિનેત્રી અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થના સીક્રેટ મેરેજના ન્યૂઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. જો કે, અદિતિ કે સિદ્ધાર્થ તરફથી લગ્નને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પરંતુ અહીં અમે આવા અનેક સેલેબ લગ્નો વિશે જણાવીશું જેમણે કર્યા હતા ચોરીછૂપે લગ્ન.

યામી ગૌતમ-આદિત્ય ધર

યામી ગૌતમ-આદિત્ય ધર: અભિનેત્રી યામી ગૌતમે વર્ષ 2021માં ફિલ્મ નિર્માતા આદિત્ય ધર સાથે ગુપ્ત રીતે લગ્ન કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. અભિનેત્રીએ લગ્નના સમાચાર નહીં પણ સીધા સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી હતી.

પ્રીતિ ઝિન્ટા

પ્રીતિ ઝિન્ટાઃ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ વિદેશમાં તેના લાંબા સમયના બોયફ્રેન્ડ જીન ગુડનફ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા. પ્રીતિના લગ્નમાં પરિવાર અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. પ્રીતિ લગ્ન બાદ વિદેશમાં સ્થાયી થઈ ગઈ છે.

રાની મુખર્જી-આદિત્ય ચોપરા

રાની મુખર્જીઃ અભિનેત્રી રાની મુખર્જીએ 2014માં પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપરા સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. તે સમયે બધાને આશા હતી કે રાની અને આદિત્ય ચોપરાના લગ્ન ખૂબ જ ધામધૂમથી થશે. પરંતુ અભિનેત્રીએ ગુપ્ત પગલું ભરીને બધાને ચોંકાવી દીધા હતા.

જોન અબ્રાહમ અને પ્રિયા

જ્હોન અબ્રાહમ અને પ્રિયાઃ એક્ટર જોન અબ્રાહમ પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને અલગ રાખવાનું પસંદ કરે છે. તે ભાગ્યે જ તેના જીવનના અંગત અપડેટ્સ સોશિયલ મીડિયા પર શેર કરે છે. આવી સ્થિતિમાં તેણે પોતાના લગ્નની જાહેરાત પણ કરી ન હતી. અને તેણે વેકેશન દરમિયાન પ્રિયા સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા.

અનુષ્કા શર્મા-વિરાટ કોહલી

અનુષ્કા શર્મા-વિરાટ કોહલીઃ અભિનેત્રી અનુષ્કા કોહલી અને વિરાટ કોહલીએ વર્ષ 2017માં ઇટાલીમાં લગ્ન કર્યા હતા. અનુષ્કા અને વિરાટના લગ્નના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, પરંતુ કપલે લગ્નની તસવીરો શેર કર્યા બાદ તેમના લગ્નના સમાચાર આપ્યા હતા.

(5:22 pm IST)