Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

મારા માટે ખુબ મોટા સન્માન જેવી વાતઃ માનુષી

પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર પર બોલીવૂડમાં કારકિર્દી શરૂ કરવા જઇ રહી છે. તે હાલમાં અક્ષય કુમાર સાથે ફિલ્મ પૃથ્વીરાજમાં તેની પત્નિ સંયોગિતાનો રોલ નિભાવી રહી છે. રાજા પૃથ્વીરાજ ચોૈહાણના જીવન પર આધારીત આ ફિલ્મનું શુટીંગ ગત નવેમ્બર માસમાં જ માનુષીએ શરૂ કરી દીધું હતું. આ ફિલ્મનો તેનો પહેલો લૂક સામે આવ્યો છે. માનુષીએ પોતાના ઇંસ્ટાગ્રામ પર તસ્વીર પોસ્ટ કરીને પોતાનો લૂક રિલીઝ કર્યો છે. તેણે કેપ્શનમાં સંયોગિતા, પૃથ્વીરાજ લખ્યું છે. ફિલ્મના શુટીંગના પ્રારંભે હવન રાખવામાંઆવ્યો હતો. ત્યારે સેટ અને શુટીંગના સ્થળ પરથી કોઇ તસ્વીરો લિક ન થાય તેનું ખાસ ધ્યાન રખાયું હતું. અક્ષય કુમાર સાથે મોટા બેનરની ફિલ્મ મળતાં માનુષીની ખુશીનો પાર નથી. તે કહે છે મારા માટે ખુબ મોટા સન્માનની વાત છે.

યશરાજ જેવા પ્રોડકશન હાઉસએ મને તેની ફિલ્મમાં હિરોઇન તરીકે પસંદ કરી તેના કારણે પણ હું ખુબ ઉત્સાહિત છું. પહેલા મિસ ઇન્ડિયા, પછી મિસ વર્લ્ડ અને હવે બોલીવૂડમાં આવડો મોટો પ્રોજેકટ મળતાં હું રોમાંચ અનુભવી રહી છું. ફિલ્મનું નિર્દેશન ડો. ચંદ્રપ્રકાશ દ્વીવેદી કરી રહ્યા છે.

(10:04 am IST)