Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

હેટ સ્ટોરી-4નું ટ્રેલર લોન્ચ

મુંબઇ: વિશાલ પંડયા નિર્દેશિત ફિલ્મ હેટ સ્ટોરી ફોરનું ટ્રેલર રવિવારે રિલિઝ થયું હતું. પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો હાજર હતા. ટ્રેલર જોતાં એવી છાપ પડયા વિના રહેતી નથી કે એમાં સેક્સના ભરપુર સીન્સ હશે. ફિલ્મમાં ઊર્વશી રાઉતેલા સાથે ટીવી સ્ટાર કરણ વાહી અને વિવાન ભાથેના ચમકી રહ્યાં છે. બંને હીરો સાથેના ઊર્વશીના સેક્સના સીન્સ ખૂબ ઉત્તેજનાત્મક બનાવવામાં આવ્યા હોવાની જાણકારી મળી હતી સિરિઝની અગાઉની ત્રણે કડીઓ બોક્સ ઑફિસ પર ધૂમ મચાવી ગઇ હતી અને ચોથી પણ સિરિઝના ચાહકોને તો જરૃર ગમશે. ફિલ્મ માર્ચની ૯મીએ રજૂ થવાની છે. એમાં ઊર્વશીની કાયાના વળાંકો એના ચાહકોને ખૂબ આકર્ષે એવી શક્યતા હોવાનું જાણવા મળ્યું હતું.

 


 

(5:02 pm IST)