Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

'જીજાજી છત પર હે'ની અભિનેત્રીને થયું ડેન્ગ્યુ

મુંબઈસબ ટીવી પર પ્રસાતિર થતા કોમેડી સિરિયલ 'જીજાજી છત પર હે'ની ઈલાયચી ઉર્ફે હિબા નવાબને ડેન્ગ્યુ થઇ ગયું હોવાથી હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે. તેને ચાર દિવસ ફેળ તાવ આવી ગયો હતો ત્યાર પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

હીબાએ વાતની જાનવકારી આપતા કહ્યું કે મને ડોકટરે 24 જાન્યુઆરીએ ડેન્ગ્યુ થયું હોવાની માહિતી આપી હતી. અને હું એક અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ છું. શૉના તમામ સ્ટાફ દ્વારા હિબાને આરામ કરવાની સલાહ આપી છે.

(5:01 pm IST)