Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

યશ ચોપરા મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કરાશે આશા ભોંસલેને

મુંબઇલિજેંડરી પાર્શ્વગાયિકા આશા ભોંસલેને ૨૦૧૮નો યશ ચોપરા મેમોરિયલ એવોર્ડ આપવામાં આવશે એવી ઐાપચારિક જાહેરાત એવોર્ડની સિલેક્શન કમિટિએ રવિવારે કરી હતી. ૮૪ વર્ષના આશાજીએ સાત દાયકામાં વિસ્તરેલી તેમની ગાયિકા તરીકેની કારકિર્દીમાં ૨૦થી વધુ ભારતીય ભાષાઓમાં તેમણે ૧૧ હજારથી વધુ ગીતો ગાયાં છે. ઔયશ ચોપરા મેમોરિયલ એવોર્ડની પસંદગી સમિતિમાં સદ્ગત યશનાં પત્ની પામેલા ચોપરા, ફિલ્મ સર્જકો બોની કપૂર અને મધુર ભંડારકર, પ્લેબેક સિંગર અલકા યાજ્ઞિાક, અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરે, સ્ક્રીપ્ટ રાઇટર હની ઇરાની ઉપરાંત અનુ અને શશી રાજનનો સમાવેશ થાય છે. ૧૬મી ફેબુ્રઆરીએ યોજાનારા સમારોહમાં એવોર્ડ આશાજીને આપવામાં આવશે. પ્રસંગે મહારાષ્ટ્રના ગવર્નર વિદ્યાસાગર રાવ પ્રમુખપદે બિરાજશે એવી જાણકારી પસંદગી સમિતિએે મિડિયાને આપી હતી.

(5:00 pm IST)