Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

પદમાવતની સફળતાને દીપિકાએ રાજસ્થાનની થાળી ખાઇને મનાવી

'પદમાવત'ને બોકસ-ઓફિસ પર મળેલી સફળતાને કારણે દીપિકા પાદુકોણ આજકાલ પાર્ટીના મુડમાં છે. દીપિકાએ જુહુમાં એક રાજસ્થાની હોટેલમાં રાજસ્થાની થાળીનું ડિનર લીધું હતું અને એ પછી તેણે પાન પણ ખાધું હતું. દીપિકાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો પણ શેર કર્યો છે. ગ્રીન કલરના ડ્રેસમાં દીપિકા એકદમ ખુબસુરત દેખાય છે અને તેણે મીડિયાના લોકો સાથે મસ્તી કરવા ઉપરાંત ફ્રેન સાથે સેલ્ફી પણ લીધો હતો.

(3:52 pm IST)