Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

પુકારતા ચલા હૂં મેં, ગલી ગલી બહાર કી

પગને થિરકતા કરી દયે તેવું અદ્દભૂત સંગીત આપનાર સંગીતસમ્રાટ ઓ. પી. નૈયરની ૧૧મી પૂણ્યતિથિ

ભારતીય સિનેમાના સર્વશ્રેષ્ઠ સંગીતકારો માહેના એક ઓમકાર પ્રસાદ નૈયરની આજે ૧૧મી પૂણ્યતિથિ છે. જીવનભરના લત્તા પાસે ગીત નહિં ગવડાવનાર આ સંગીતકારે આશા ભોંસલેના કંઠનો બખૂબી ઉપયોગ કર્યો હતો. ઓ. પી. નૈયર સાથે એક સમયે લત્તા મંગેશકર ગીત ગાવા તૈયાર થયા હતા. સ્ટુડીયોમાં ગીતની તૈયારી સમયે માઈક ચાલુ રહી ગયેલ ત્યારે નૈયર સાહેબે લતાજી માટે કોઈ અજુગતી ટીપ્પણી કરતા, લત્તાજી એ જ મિનિટે ત્યાંથી ઉભા થઈ ચૂપચાપ ચાલ્યા ગયેલ અને પછી જીંદગીભર આ બંને દિગ્ગજો કયારેય મળ્યા નહિં. નૈયર સાહેબ એક પરદેશી મેરા દિલ લે ગયા, લે કે પહેલા પહેલા પ્યાર, લાખો હૈ નિગાહ મેં, જીંદગી કી રાહ મેં... આ ઓ હુઝુર તુમ કો, આંો સે જો ઉતરી હૈ દિલ મેં, પુકારતા ચલા હું, મેરા નામ ચીન ચીન ચુ, મેરી નિંદો મેં તુમ, આંખો હી આંખો મેં ઈશારા હો ગયા, રાત ભર કા હે મહેમા અંધેરા, દેખો કસમ સે, દેખો કસમ સે, જવાની આયે મસ્ત મસ્ત.. જેવા સેંકડો અમર ગીતો આપી ગયા છે.(૧૫.૫)

(11:42 am IST)