Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

સુપ્રસિદ્ધ ગાયિકા સુમન કલ્યાણપુર ૮૧ વર્ષના થયા : સેંકડો ગીતો ગાયા

ઢાકામાં ૨૮-૧-૧૯૩૭ના રોજ જન્મેલા ત્યારે ત્યાં બ્રિટીશ રાજ હતું. ૧૯૪૩માં તેમનો પરિવાર મંુબઈ આવ્યો : જયાં તેમણે સંગીતની તાલીમ લીધી : રામાનંદ એસ. કલ્યાણપુરની સાથે લગ્ન કર્યા હતા, કહેવાય છે લત્તાજી પછી તેમના સુરીલા અવાજે જાદુ કરી દીધો હતો અને બીજી અનેક ગાયિકાઓની જેમ સુમનજીની કારકિર્દીના અસ્તાંચળ માટે તેઓ જ જવાબદાર બનેલ. તેમના માતા - પિતા અને શંકરરાવ હેમાદી અને સીતા હેમાદી છે. દિલ એક મંદિર, જાનવર, વિશ્વાસ, બરસાત કી રાત, નસીબ જેવા ફિલ્મોમાં ગીતો ગાયા હતા. ના તુમ હમેં જાનો, દિલ જો ના કહે શકા, ના ના કરતે પ્યાર તુમ્હી સે કર બેઠે, મેરા પ્યાર ભી તુ હૈ, તુમ સે ઓ હસીના આપ સે હમ કો બીછડના, મેરે મહેબુબ ના જા, આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાં પર સહિત અનેક સુરીલા ગીતોને સુમનજીનો કંઠ સાંપડ્યો છે

(11:41 am IST)