Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

વર્ષની સૌથી કંગાળ ફિલ્મ માટે નોમિનેટ થઇ પ્રિયંકાની ફિલ્મ!

અનિચ્છિત એવોર્ડ માટે નોમિનેટ થઇ PCની ફિલ્મ

મુંબઇ તા. ૨૯ : બોલિવૂડ એકટ્રેસ પ્રિયંકા ચોપરા હાલમાં પોતાના હોલિવૂડ પ્રોજેકટ્સમાં ખૂબ બિઝી છે. પ્રિયંકાનું નામ અત્યારની સૌથી મોંઘી એકટ્રેસિસમાં શામેલ છે. તે અત્યારે 'કવાંટિંકો'ની ત્રીજી સીરીઝમાં વ્યસ્ત છે. હવે તે પોતાની ફિલ્મ 'બેવોચ'ને કારણે ચર્ચામાં આવી છે. પરંતુ આ વખતે તે કોઈ સારા ન્યૂઝને કારણે ચર્ચામાં નથી. અસલમાં તેની ફિલ્મ ૩૮માં 'એન્યુઅલ ગોલ્ડ રાસ્પબેરી એવોર્ડ'ની સૌથી ખરાબ ફિલ્મોની યાદમાં નોમિનેટ થઈ છે. આ કેટેગરીને 'વર્સ્ટ ફિલ્મ ઓફ ધ યર' નામ આપવામાં આવ્યું છે.

 

ફિલ્મ 'બેવોચ'થી પ્રિયંકાએ હોલિવૂડ ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે ડ્વેન જહોનસન હતો. જોકે, આ ફિલ્મ પ્રિયંકાના અભિનયને લોકોએ વખાણ્યો હતો.

અત્યારે પ્રિયંકા હોલિવૂડની અન્ય બે ફિલ્મો 'અ કિડ લાઈક જેક' અને 'ઈટ ઈઝન્ટ રોમાન્ટિક'માં વ્યસ્ત છે. જણાવી દઈએ કે, દીપિકાએ પણ વિન ડિઝલ સાથે 'ટ્રિપલ એકસ – રિટર્ન ઓફ જેન્ડર કેઝ' દ્વારા હોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા અત્યારે એક ગ્લોબલ આઈકોનની ઓળખ ધરાવે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એકિટવ છે અને અહીં તેની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે. પ્રિયંકાને હાલમાં બરેલી યુનિવર્સિટીએ તેની અભિનય ક્ષેત્રમાં ઉપલબ્ધિને કારણે ડોકટરેટની પદવીથી સન્માનિત કરી હતી.(૨૧.૨૩)

(10:07 am IST)