Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

અલગ-અલગ રોચક પાત્રો મળવાથી ખુશ છે કેટરીના કૈફ

લાંબા સમયથી એક હિટની રાહ જોઇ રહેલી કેટરીના કૈફને ટાઇગર જિંદા હૈ ફળી છે. આ ફિલ્મમાં સલમાનની સાથે કેટરીનાએ પણ કમાલની એકટીંગ કરી છે. કેટરીના દરેક ફિલ્મ માટે સખ્ત મહેનત કરવા માટે જાણીતી છે. તેની પાસે હાલમાં આનંદ એલ. રાયની ઝીરો, ઠગ્સ ઓફ હિન્દુસ્તાન સહિતની ફિલ્મો છે. કેટરીનાએ કહ્યું હતું કે હું ખુશ અને ઉત્સાહિત છું કે મારી પાસે આવી ફિલ્મો છે અને દરેકમાં મારો અલગ-અલગ રોલ છે. મને ખુબ રોચક પાત્રો નિભાવવાની તક મળી છે. આવા પાત્રો નિભાવતી વખતે હું અલગ જ દુનિયામાં હોઉ તેવો અનુભવ થાય છે. સેટ પર મને જે પ્રેમ મળે છે અને મારું ખાસ ધ્યાન રખાય છે તેનાથી હું ખુશ રહુ છું. ટાઇગર જિંદા હૈના રોલ માટે કેટરીનાએ અલી અબ્બાસ ઝફર અને સલમાનનો પણ આભાર માન્યો હતો.

(9:44 am IST)