Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ત્રીજી દિકરીનો પિતા બન્યો કરણવીર બોહરા

ટીવી અભિનેતા કરણવીર બોહરા બીજી વખત પિતા બન્યો છે. તેની અભિનેત્રી  પત્નિ ટીજે સિધ્ધુએ દિકરીને જન્મ આપ્યો છે. કરણવીર આ સાથે ત્રણ દિકરીઓનો પિતા બની ગયો છે. તેણે વિડીયો પોસ્ટ કરીને પોતાની ખુશી વ્યકત કરી હતી. જેમાં તે પોતાની ત્રણેય દિકરીઓ સાથે ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. બે દિકરીઓ આજુબાજુમાં છે અને ત્રીજીને તેણે તેડી રાખી છે. તેણે વિડીયો સાથે લખ્યું છે કે અત્યારે મારી અંદર જે ખુશી દોડી રહી છે તે હું વ્યકત કરી શકુ તેમ નથી. આ પરીઓને મારી જિંદગીમાં મોકલવા બદલ હું ભગવાનનો આભાર વ્યકત કરુ છું. ચાહકો કરણના આ વિડીયોને પસંદ કરી શુભકામના આપી રહ્યા છે. મિડીયા સાથે વાત કરતાં કરણવીરે કહ્યું હતું કે અમારા પરિવારમાં ત્રીજી દિકરી પધારી છે. દિકરી હોય કે દિકરો અમે ધૂમધામથી સ્વાગત કરીશું. લક્ષ્મી, સરસ્વતિ અને પાર્વતી એમ ત્રણ દિકરીને કારણે હું ભાગ્યશાળી બન્યો છું. ઓમ નમઃશિવાય. કરણ અને ટીજે ૨૦૧૬માં બે દિકરીના પિતા બન્યા હતાં.

(9:38 am IST)