Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

જસી જૈસી કોઈ નહીં " ફેઈમ અભિનેત્રી મોનાસિંહ લગ્નના બંધને બંધાઈ : મેરેજની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ

મૌનસિંહે ઈન્વેસ્ટમેન્ટ બેન્કર શ્યામ રામગોપાલન સાથે લગ્ન કર્યાં

 

મુંબઈ : ટીવી સિરિયલ 'જસ્સી જૈસી કોઈ નહીં'થી જાણીતી અભિનેત્રી મોના સિંહે મુંબઈમાં એનાં બોયફ્રેન્ડ અને દક્ષિણ ભારતના વતની ઈન્વેસ્ટમેન્ટ બેન્કર શ્યામ રામગોપાલન સાથે લગ્ન કર્યાં છે.

  તેના લગ્નની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે. મોના લાલ રંગનાં લહેંગામાં સુંદર દેખાય છે. તેણે હેવી જ્વેલરી પણ પહેરી હતી.

 લગ્નસમારંભમાં બંનેનાં પરિવારજનો, નિકટનાં સગાંસંબંધીઓ તથા મિત્રોને હાજર રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતુંમોના અને શ્યામના લગ્ન પરંપરાગત પંજાબી સ્ટાઇલથી થયા છે.લગ્નના મોનાના પરિવાર સિવાય સેલિબ્રિટીઓએ પણ હાજરી આપી હતી.

 મોનાના મિત્ર ગૌરવ ગેરાએ લગ્નની તસવીર પોસ્ટ કરી છે. એમાં મોનાનો લુક પ્રિયંકા ચોપડાના દુલ્હન લુકથી પ્રભાવિત લાગે છે. મોનાને જસ્સી જૈસી કોઈ નહીંથી ઓળખ મળી છે. શોમાં તેણે એવી યુવતીનો રોલ ભજવ્યો હતો જે દેખાવમાં એકદમ સાધારણ હતી

(10:49 pm IST)