Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

ફિલ્મ લવ ની લવ સ્ટોરીસનું ટ્રેલર અને મ્યુઝિક લોંચ થયું

લવ ની લવ સ્ટોરીસના સ્ટારકાસ્ટ અમદાવાદમાં : રોમેન્ટીક કોમેડી ગુજરાતી ફિલ્મ લવ ની લવ સ્ટોરીસ ૩૧ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરાશે

અમદાવાદ, તા.૨૮ : સ્વિસ્ક એન્ટરટેઈનમેન્ટ એન્ડ ડી. બી. ટોકીઝ દ્વારા અપકમીંગ ગુજરાતી ફિલ્મ લવની લવ સ્ટોરીસનું ટ્રેલર તથા મ્યુઝિક અમદાવાદમાં આજે એક ખાસ ઇવેન્ટ દરમ્યાન લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને લઇ ફિલ્મની સ્ટારકાસ્ટ અમદાવાદની મહેમાન બની હતી. લવ સ્ટોરી પર આધારિત આ ફિલ્મ મનીષ અંદાણી અને કરીમ મીનસરિયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મના ડાયરેક્ટર દુર્ગેશ તન્ના છે. આ ફિલ્મનું સુંદર લેખન પણ દુર્ગેશ તન્ના દ્વારા જ કરવામાં આવ્યું છે. સુપ્રસિદ્ધ અભિનેતા પ્રતીક ગાંધી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. પ્રતીક ગાંધી સાથે દિક્ષા જોશી, વ્યોમા નંદી, શ્રદ્ધા ડાંગર તથા હાર્દિક સંઘાણી પણ મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે. સુપ્રસિદ્ધ મ્યુઝિક ડાયરેક્ટર પાર્થ ઠક્કર દ્વારા આ ફિલ્મનું મ્યુઝિક આપવામાં આવ્યું છે અને નિરેન ભટ્ટ તથા આદિત્ય ગઢવીએ સુંદર ગીતો લખ્યા છે. આદિત્ય ગઢવી, સિદ્ધાર્થ ભાવસાર, કીર્તિ સાગઠીયા, યશિકા સિક્કા અને યશિતા શર્માએ પોતાનો મધુર અવાજ આ સોંગ્સમાં આપ્યો છે.

           લવ ની લવ સ્ટોરીસ ગુજરાતી ફિલ્મ આગામી તા.૩૧ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. લવ ની લવ સ્ટોરીસ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જેમાં પ્રતીક ગાંધી એક લવર બોયની ભૂમિકા ભજવી રહેલ  છે. આ ફિલ્મનું ટીઝર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું, જે દર્શકોએ ખૂબ જ પસંદ કર્યું છે, અને અત્યાર સુધીમાં આ ટિઝરને આઠ લાખથી પણ વધુ વ્યૂઝ મળી ચૂક્યાં છે. આ ગુજરાતની પ્રથમ ફિલ્મ છે જેમાં, હેલો સાથે ટિક્ટોક પણ સોશિયલ એન્ટરટેઈનમેન્ટ પાર્ટનર છે. જ્યારે ફિલ્મમાં અનોખું શું છે તે અંગે પૂછવામાં આવ્યું ત્યારે,  ફિલ્મના ડાયરેક્ટર દુર્ગેશ તન્નાએ જણાવ્યું હતું કે, હું ખુશ છું કે પ્રતીક ગાંધી, લવ મોદીની ભૂમિકા ભજવી રહેલ

(9:45 pm IST)