Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

હું સલમાનખાનને ત્રણ વર્ષમાં સુપર ફ્લોપ બનાવી દઈશ : કમાલ ખાને ફેંક્યો પડકાર

એક પછી એક ટ્વીટ કરી કમાલ આર ખાને કહ્યું તમને એક્ટિંગ ન આવડતા હોવા છતાં સુપરસ્ટાર છો

મુંબઈ : બોલીવુડના અભિનેતા સલમાન ખાને શુક્રવારે પોતાનો 54મો જન્મદિવસ ઉજવ્યો ,તેમણે પરિવાર અને મિત્રો સાથે પાર્ટી કરી હતી.મોટાભાગના બોલિવૂડ સ્ટાર્સે સલમાન ખાનના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી પરંતુ બોલીવુડનો એક એવો અભિનેતા છે જેણે સલમાન ખાન સાથે પંગો લીધો હતો. આ એક્ટરનું નામ કમાલ આર ખાન (KRK) છે. કેઆરકેએ પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર સલમાન ખાન અંગે પોસ્ટ કરી છે. જેમાં તેમણે સલમાન ખાનને ચેલેન્જ કરી છે કે, તે સલમાન ખાનને ત્રણ વર્ષમાં સુપર ફ્લો બનાવી દેશે.

  ફિલ્મ એક્ટર અને ક્રિટિક્સ કેઆર કેને  પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર સલમાન ખાનના જન્મદિવસ ઉપર તેની ફિલ્મ દબંગ 3 અંગે નિશાન સાધ્યું હતું. તેમણે લખ્યું હતું કે, 'સલમાન ખાન સર, તમે ખુબ જ નસિબદાર સુપરસ્ટાર છો, તમને એક્ટિંગ ન આવડતા હોવા છતાં સુપરસ્ટાર છો'

 બીજી પોસ્ટમાં કેઆરકેએ સલમાન ખાનના જન્મ દિવસની શુભેચ્છા આપી અને લખ્યું હતું કે, ભાઈજાન સલમાન ખાન હવે તમે સુપરફ્લોપ છો. તેમ છતાં હું તમને પસંદ કરું છું. હું તમને જન્મદિવસની શુભેચ્છા આપું છું. તમે દબંગ 3 જેવી ફિલ્મો આપતા રહો. કેઆરકેએ સલમાન ખાનની ફિલ્મ દબંગ 3ને 2019નો સૌથી મોટો ડિઝાસ્ટર કહી છે.

 ત્યારબાદ કેઆરકેને ટ્વીટ કર્યું છે કે, 'હું સલમાન ખાનની ફિલ્મમાં રેસ 3, ટ્યૂબલાઈટ, ભારત અને દબંગ 3 બર્બાદ કરી છે. હું સલમાન ખાનને શાહરુખ ખાનની જેમ જ આગામી ત્રણ વર્ષની અંદર સુપર ફ્લોપ બનાવી દઈશ. સહ બ્રાન્ડ કેઆરકેની ચેલેન્જ છે. પંગો લેવો ન જોઈતો હતો ભાઈ'

(8:04 pm IST)