Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

સલમાન ખાન મામા બન્યાઃ બહેન અર્પિતા ખાને જન્મદિવસે જ પુત્રીને જન્મ આપતા પરિવારમાં ખુશાલી

મુંબઈ: બોલિવૂડના દબંગ સલમાન ખાનને તેના 54માં જન્મદિવસે મોટા ખુશખબર મળ્યા છે. સલમાન ખાન ફરી એકવાર મામુ બની ગયો છે. તેની બહેન અર્પિતા ખાને તેના જન્મદિવસે એટલે કે 27મી ડિસેમ્બરે પુત્રીને જન્મ આપ્યો છે. અત્રે જણાવવાનું કે આજે સવારે લગભગ 8 વાગે અર્પિતા ખારની હિન્દુજા હોસ્પિટલમાં એડમિટ થઈ હતી. એવા અહેવાલ આવી રહ્યાં છે કે અર્પિતાએ પુત્રીને જન્મ આપ્યો છે. આ અવસરે આયુષ શર્મા અને માતા પિતા તથા હેલન પણ હોસ્પિટલમાં હાજર છે.

નોંધનીય છે કે ઘણા સમયથી એવી અટકળો હતી જ કે અર્પિતાની ડિલિવરી સલમાન ખાનના બર્થડે પર જ થશે. બહુ પહેલેથી એવા અહેવાલો હતાં કે આ વર્ષે સલમાન ખાન પોતાનો 54મો જન્મદિવસ બાન્દ્રા સ્થિત તેના ભાઈ સોહેલ ખાનના ઘરે સેલિબ્રેટ કરશે. આ ફેરફારનું કારણ સલમાન ખાનની બહેન અર્પિતા ખાન કહેવાતું હતું. કારણ કે અર્પિતા બીજા બાળકની માતા બનવાની હતી અને આથી સલમાન ખાન આ સ્પેશિયલ દિવસ પોતાની લાડકી બહેનની સાથે વિતાવવા માંગતો હતો અને બન્યું પણ એવું જ. આ વખતે સલમાને પોતાનો જન્મદિવસ મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં પાલીહીલ ખાતે સોહેલ ખાનના ઘરે ઉજવ્યો. બોલિવૂડના દિગ્ગજ સિતારાઓ તેમાં સામેલ થયાં.

અર્પિતા ખાન ઘરમાં માતા સલમા ખાન અને ભાઈ સોહેલ ખાનની સૌથી નજીક છે. જ્યારે પણ અર્પિતાને કોઈ સલાહની જરૂર પડે છે ત્યારે તે પિતા સલીમ ખાન પાસે જાય છે. અર્પિતાએ લંડનમાંથી ફેશન અને ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો કોર્સ કર્યો છે અને ત્યારબાદ તે હવે ઈન્ટરનેશનલ લેવેલે આ બિઝનેસને આગળ વધારવા માંગે છે. અત્રે જણાવવાનું કે અર્પિતાએ 2014માં બિઝનેસમેન આયુષ શર્મા સાથે હૈદરાબાદના ફલકનુમા પેલેસમાં લગ્ન કર્યા હતાં. આયુષ પણ બોલિવૂડ ફિલ્મ કરી ચૂક્યો છે. તેણે 2018માં લવયાત્રી ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. અર્પિતાએ આ અગાઉ 30 માર્ચ 2016ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. જેનું નામ અહિલ શર્મા છે.

(5:00 pm IST)