Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

'જવાની જાનેમન'નું ટીઝર થયું રિલીઝ : કુલ અંદાજમાં જોવા મળ્યો સૈફ અલી ખાન

મુંબઈ: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનની રોમેન્ટિક કોમેડી ફિલ્મ જવાની જાનેમાનનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. સૈફ અલી ખાન ઘણા સમય પછી તબ્બુ સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ ફિલ્મ દ્વારા અભિનેત્રી પૂજા બેદીની પુત્રી આલિયા ફર્નિચરવાળા બોલિવૂડમાં પોતાની અભિનય કારકીર્દિની શરૂઆત કરવા જઈ રહી છે.52-સેકન્ડના આ ટીઝરમાં સૈફ અલી ખાન કસિનોવાનું પાત્ર ભજવશે, જે ક્લબમાં જાય છે અને રોજ એક અલગ છોકરી સાથે જોવા મળે છે. તે એકલા રહેવામાં માને છે અને યુવાનીમાંથી બહાર નીકળી શક્યો નથી. તેમનો પરિવાર ઇચ્છે છે કે તે તેની પત્ની અને બાળકો વિશે વિચાર કરે. પરંતુ સૈફ તેની યુવાની વિશે વિચારવામાં વ્યસ્ત છે.આ ફિલ્મનું નિર્માણ જેકી ભગનાની, દીપશિખા દેશમુખ અને સૈફ અલી ખાન કરી રહ્યા છે. આ ફિલ્મના નિર્દેશક નીતિન કક્કર છે. આ ફિલ્મ 31 જાન્યુઆરી 2020 ના રોજ રીલિઝ થશે.

(4:30 pm IST)