Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

મલ્ટીસ્ટારર ફિલ્મ 'લુડો'નો ફર્સ્ટ લુક આવ્યો સામે : 24 એપ્રિલના થશે રિલીઝ

મુંબઈ:   નિર્દેશક અનુરાગ બાસુની નવી ફિલ્મ લુડોનું પહેલું પોસ્ટર બહાર આવ્યું છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, રાજકુમાર રાવ, આદિત્ય રોય કપુર, સન્યા મલ્હોત્રા, પંકજ ત્રિપાઠી અને ફાતિમા સના શેખ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર, અનુરાગ બાસુ, દિવ્યા ખોસલા કુમાર વગેરે છે. આ ફિલ્મ આવતા વર્ષે 24 એપ્રિલે રિલીઝ થશે.તમને જણાવી દઈએ કે અનુરાગની આ ફિલ્મમાં મેટ્રો શહેરોની 4 જુદી જુદી વાર્તાઓ બતાવવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે અનુરાગે તેને અભિષેક સાથે મુંબઇ અને કોલકાતામાં શૂટ કર્યું છે.

(4:30 pm IST)