Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

આલિયા ભટ્ટે શરૂ કર્યું 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું શૂટિંગ

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે તેની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ શરૂ કરી દીધું છે.આલિયા ભટ્ટે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આલીયા ભટ્ટ પ્રથમ વખત ફિલ્મ નિર્માતા સંજય ભણસાલીની ફિલ્મ પર કામ કરી રહી છે.આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં વેનિટીનો દરવાજો દેખાઈ રહ્યો છે અને તેના પર ગંગુબાઈ લખેલી છે. આ તસવીર સાથે આલિયાએ કેપ્શન લખ્યું હતું, "જુઓ સંતાએ આ વર્ષે મને શું આપ્યું છે." ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' આવતા વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થશે.

(4:29 pm IST)