Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

થ્રિલર ફિલ્મમાં પહેલીવાર ડબલ રોલમાં નજરે પડશે એશ્વર્યા રાય બચ્ચન

મુંબઈ: બોલીવુડની અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન લાંબા સમય પછી કરણ જોહરની  ફિલ્મમાં જોવા મળી હતી અને હવે તે અનિલ કપૂર સાથે ફન્ને ખા ફિલ્મમાં સિલ્વર સ્કિનમાં જોવા મળવાની છે. બીજી તરફ એવી પણ ચર્ચા થઇ રહી છે. ટૂંક સમયમાં એશ્વર્ય થ્રિલર ફિલ્મમાં ડબલ રોલ કરવાની છે. જે તેની કારકિર્દીમાં પેહલીવાર બનશે. આ ફિલ્મનું શૂટિંગ યુરોપમાં થશે અને આ ફિલ્મનું શૂટિંગ આવત વર્ષે માર્ચ મહિનામાં શરૂ થવાનું છે. હજુ સુધી આ ફિલ્મનું ટાઇટલ નક્કી કરવામાં આવ્યું નથી.

(6:25 pm IST)