Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

આવતા મહિને ફ્લોર પર જશે ફિલ્મ 'સડક-2'

મુંબઇ: સિનિયર ફિલ્મ સર્જક મહેશ ભટ્ટની 1980ના દાયકાની હિટ ફિલ્મ સડકની સિક્વલ આવતા મહિને ફ્લોર પર જશે એવી માહિતી મિડિયાને આપવામાં આવી હતી.મૂળ ફિલ્મમાં એક ટેક્સી ડ્રાઇવર એક વેશ્યાના પ્રેમમાં પડે છે એવી કથા હતી. સંજય દત્ત અને પૂજા ભટ્ટે મુખ્ય રોલ કર્યા હતા. હવે લગભગ પચીસ વર્ષ પછી એની સિક્વલ બનવા જઇ રહી છે.  ગયા વરસે સંજય દત્ત અને પૂજા ભટ્ટે મહેશ ભટ્ટ સાથે એક બેઠક યોજી હતી જેનો ફોટોગ્રાફ પૂજાએ સોશ્યલ મિડિયા પર શૅર કરતાં સડક ટુની ઔપચારિક જાહેરાત કરી હતી.મહેશ ભટ્ટની નિકટનાં સૂત્રોએ કહ્યંુ હતું કે સડક ફિલ્મમાં વેશ્યાગીરીને અટકાવવાનો આડકતરો સંદેશ આપ્યો હતો. સડક ટુમાં બીજા સામાજિક મુદ્દાને રજૂ કરવાની મહેશ ભટ્ટની યોજના છે.સક ટુમાં પણ સંજય દત્ત અને પૂજા ભટ્ટ હશે પરંતુ મુખ્ય ભૂમિકા યુવાન કલાકારો ભજવશે. આલિયા ભટ્ટનું નામ પાકું છે. હીરો વિશે હાલ કોઇ જાહેરાત કરવામાં આવી નથી. મૂળ ફિલ્મમાં સદગત સદાશિવ અમરાપુરકરે મહારાની નામના પાત્ર દ્વારા વિલનને રજૂ કર્યો હતો. સડક ટુમાં સંજય દત્તે બીજા  વિલનનો સામનો કરવાનો આવશે. 

(5:22 pm IST)