Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ઈન્દ્રકુમારની ફિલ્મ 'ટોટલ ધમાલ'માં ઈશા ગુપ્તાની પસંદગી

ફિલ્મમાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિત 17 વર્ષ બાદ એક સાથે સિલ્વર સ્ક્રિન પર દેખાશે.

મુંબઈ :ફિલ્મ મેકર ઈન્દ્રકુમારની આગામી ફિલ્મ ટોટલ ધમાલમાં માધુરી દીક્ષિત, અજય દેવગણ, અનિલ કપૂર સાથે જાવેદ જાફરી, અરશદ વારસી, રિતેશ દેશમુખ પણ ધમાલ મચાવશે. ત્યારે વધુ એક મહત્વની માહિતી મળી છે કે આ ફિલ્મ માટે ઈશા ગુપ્તાની પણ પસંદગી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિત 17 વર્ષ બાદ એક સાથે સિલ્વર સ્ક્રિન પર દેખાશે.

 

(12:25 pm IST)