Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

'બત્તી ગુલ મીટર ચાલુ'ના સેટ પર શાહિદ કપૂરનો અવાજ થયો ગુલ: રોકવામાં આવી શૂટિંગ

મુંબઈ: બૉલીવુડ અભિનેતા શાહિદ કપૂર ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુમાં  નજરે પડશે, અત્યારે આ ફિલ્મની શૂટિંગ દેહરાદૂનમાં ચાલી રહી હતી.જો કે માહિતી મળી છે કે શૂટિંગ દરમિયાન શાહિદ કપૂરની તબિયત બંદગી જતા તે મુંબઈ પરત ફર્યો છે. શરદીના કારણે તેનો અવાજ બેસી ગયો છે. ફિલ્મમાં એક શૂટિંગમાં શાહિદે એક સીનમાં વકીલ સાથે જોર જોરથી વાતો કરીને તકરાર કરવાની છે પરંતુ ડોકટરે શાહિદને હાલમાં આરામ કરવાની સલાહ આપી છે અને જોરથી બોલવાની ના પડી હોવાથી ફિલ્મની શૂટિંગ હાલમાં બંધ કરી દેવામાં આવી છે.આ ફિલ્મમાં શાહિદ કપૂરની ઓપોઝીટ શ્રદ્ધા કપૂર અને યામી ગૌતમ નજરે પડશે.ફિલ્મ આ વર્ષે ઔગર્સ્ટમાં31 તરીકે રિલીઝ થશે.

(4:54 pm IST)