Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

બોલ્‍ડનેસ અને હોટ તસ્‍વીરોને લઇ ચર્ચામાં રહેતી અભિનેત્રીઓના હુસ્‍નનો જાદુઃ નોરા ફતેહી, ઉર્વશી રૌતેલા, દિશા પટ્ટણી અને મલાઇકા અરોરાએ હદ વટાવી

પોતાની અદાઓ અને સ્‍ટાઇલથી દર્શકોના દિલ ચોરી લે છે આ હસીનાઓ

મુંબઇઃ પોતાની એક્‍ટીંગ, બોડી ફીગર અને હોટ તસ્‍વીરોને લઇ વારંવાર ઇન્‍ટરનેટ પર તહેલકો મચાવતી અભિનેત્રીઓ ઘણી છે. જેમાં નોરા ફતેહી, ઉર્વશી રૌતેલા, દિશા પટ્ટણી અને મલાઇકા અરોરા મુખ્‍ય છે. બોલ્‍ડનેસથી ફેન્‍સને દિવાના બનાવે છે.

બોલીવુડમાં એવી અભિનેત્રીઓની કોઇ કમી નથી જે પોતાની એક્ટિંગથી વધુ બોલ્ડનેસને લઇને ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદ ઉપરાંત બીજી ઘણી હસીનાઓ આ યાદીમાં સામેલ છે. જેની તસવીરો જાણે કયામત છે કયામત. 

ઉર્ફી જાવેદની બોલ્ડનેસને લઇને આપણે શું કહીએ. હસીનાની દરેક અદા જાણે કહેર વર્તાવે છે. એટલું જ નહી ઉર્ફી પોતાની એક્ટિંગથી વધુ સોશિયલ મીડિયા પર પોતાના અંદાજને લઇને છવાયેલી રહે છે. આજે ઉર્ફીના સ્ટાઇલને બોલીવુડ અભિનેત્રીઓ ફોલો કરતી દેખાય છે. 

હુસ્નની દેવી નોરા ફતેહીની અદા પણ કોઇનાથી કમ નથી. ખાસ કરીને પોતાના ડ્રેસિંગ સ્ટાઇલને લઇને નોરા ચર્ચામાં રહે છે. ક્યારેય છાતીમાંથી દેખાતો કાળો તલ ફ્લોન્ટ કરે છે તો ક્યારેક પોતાના પરફેક્ટ ફિગરથી લોકોના દિલ ચોરી લે છે આ હસીના. 

ઉર્વશી રૌતેલા ભલે એરપોર્ટ પર જોવા મળે અથવા પછી કોઇ ઇવેંટ પર તેમના બોલ્ડ અને ગ્લેમરસ લુક દરેક કોઇના પર ભારે પડે છે. ઉર્વશી પોતાની સુંદરતાને લઇને ચર્ચામાં રહે છે પરંતુ પોતાની બોલ્ડનેસને લઇને પણ ચર્ચામાં રહે છે. 

દિશા પટણી વિશે અમે શું કહીએ. આમ તો મોટા મોટા સ્ટાર્સ સાથે કામ કરી ચૂકેલી દિશા પરંતુ આજે પણ તેમની એક્ટિંગથી વધુ તેમની બોલ્ડનેસની ચર્ચા થાય છે. ખાસકરીને બિકીની પહેરી દિશાનો અંદાજ બદલાઇ જાય છે અને ફેન્સ ફક્ત દિલ પકડીને બેસી રહે છે. 

મલાઇકા અરોરા પણ કોઇનાથી કમ નથી. તેમના જિમ વિયરથી લઇને પાર્ટી લુક સુધી ચર્ચામાં હોય છે. મલાઇકાની બોલ્ડનેસની ખુમારી ફેન્સના માથા ચઢીને બોલે છે. 49 ની ઉંમરમાં પણ તેમની સ્ટાઇલનો જવાબ નથી. 

(4:55 pm IST)