Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

આ દિવસે રિલીઝ થશે કંગના રનૌતની ફિલ્મ 'પંગા'નું ટ્રેલર

મુંબઈ: બોલિવૂડ ક્વીનની આગામી ફિલ્મ 'પંગા' નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મ 24 જાન્યુઆરી 2020 ના રોજ રિલીઝ થવાની છે. કંગના રણૌતની ‘પંગા’ બોક્સ ઓફિસ પર વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂરની ‘સ્ટ્રીટ ડાન્સર 3 ડી’ સાથે ટકરાશે.ફિલ્મના શૂટિંગ દરમિયાન કેટલાક વીડિયોઝ અને ફોટોઝનો ખુલાસો થઈ ચૂક્યો છે, જેના કારણે આ ફિલ્મ ચર્ચામાં છે. કંગનાના ચાહકો આ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. કંગનાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક સત્રમાં તેના પ્રશંસકો સાથે વાત કરી હતી. આ સત્ર દરમિયાન અભિનેત્રીને 'પંગા' ના ટ્રેલરની રજૂઆત વિશે પૂછવામાં આવ્યું હતું. આના જવાબમાં કંગનાએ ચાહકોને કહ્યું કે આ ટ્રેલર 23 ડિસેમ્બર 2019 ના રોજ રજૂ થશે.

(5:37 pm IST)