Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

અઢી મહિને એકતાને શો માટે મા મળીઃ ઇન્દિરાને મળ્યો રોલ

ટીવી શો યે હૈં મહોબ્બતેની જગ્યાએ આવનારા બાલાજી ટેલફિલ્મ્સના નવા શો 'યે હૈં ચાહતે'નાં મુખ્ય કલાકારો અબરાર કાઝી અને શગૂન કૌર છે. આ શોમાં શગૂનની માતાનો રોલ કોણ નિભાવશે? એ માટે લાંબા સમયથી શોધખોળ ચાલતી હતી, પણ કોઈ મા એકતા કપૂરને ગમતી નહોતી. સાઉથ ઇન્ડિયન બેક ગ્રાઉન્ડ ધરાવતી આ ટીવી સિરીયલમાં એકતાને નવા રૂપમાં મા જોઈતી હતી. તેની આ શોધ હવે છેક અઢી મહિના પછી પૂરી થઈ છે અને આ શો માટે ઇન્દિરા ક્રિષ્નાને માતાના રોલ માટે ફાઇનલ કરવામાં આવી છે. ઇન્દિરાએ અગાઉ અનેક શો કર્યા છે, પણ આ વખતે યે હૈં ચાહતેમાં તેના ભાગે લાંબો રોલ આવ્યો છે જે પોતાની દીકરીને બધી બાજુએથી સહકાર આપવા તૈયાર છે. દિકરી કંઇ ભૂલ કરે તો પણ તેની બાજુમાં ઊભા રહેવાની તૈયારી દર્શાવતી હોય તેવી માતાનો રોલ તેને મળ્યો છે. એકતાના શોમાં મુખ્ય કલાકારોની સાથે માતાઓ અને સાસુઓના રોલ પણ જબરદસ્ત હોય છે.

(4:41 pm IST)