Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

હોલિવૂડના દિગ્દર્શક બર્નાર્ડો બર્ટોલુચીનું કેન્સરથી મોત

મુંબઈ:હોલિવૂડના દિગ્દર્શક બર્નાર્ડો બર્ટોલુચીનું કેન્સરની બીમારીને કારણે નિધન થયું હતું. તેઓ ૭૭ વરસના હતા. બર્નાર્ડોએ રોમસ્થિત તેમના ઘરે પરિવારની ઉપસ્થિતિમાં અંતિમ શ્વાસ લીધા હતા. બર્નાર્ડોનો જન્મ ૧૯૪૧માં પરમામાં થયો હતો. તેમના પિતા પ્રોફેસર અને કવિ હતા. તેમને લાસ્ટ એમ્પરર અને લાસ્ટ ટેંગો ઇન પેરિસ માટે ઓસ્કાર એવોર્ડ એનાયત થયો હતો. જોકે તેમનંુ જીવન ઘણું વિવાદાસ્પદ રહ્યું હતું. તેમની ફિલ્મ લાસ્ટ ટેંગો ઇન પેરિસનો વિવાદિત બટર રેપ સીન અંગે ફિલ્મની હીરોઇન મારિયા સ્નાઇડરને પણ જાણ ન હોવાનું બર્નાર્ડોએ પહેલાં જણાવ્યું હતું. જોકે તેમણે પાછળથી ફેરવી તોળ્યું હતું કે રેપ સીનની હીરોઇનને જાણ હતી પણ અન્ય માહિતી નહોતી.

(5:18 pm IST)