Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

વધુ એક ફિલ્મ માટે અમિતાભની તૈયારી સાથે નસિરૂદ્દીન શાહ અને રાજકુમાર

બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન દર્શકોને ખુશ કરી શકી નથી. જો કે તેમના ચાહકોમાં કોઇ ઘટાડો થયો નથી. બીગ-બી વધુ એક નવી ફિલ્મ કરી રહ્યા છે. આ ફિલમમાં તેની સાથે નસિરૂદ્દીન શાહ અને રાજકુમાર રાવ પણ છે. આ ફિલ્મનું નામ હજુ નક્કી થયું નથી. અગાઉ ૨૦૧૦માં 'હમ તુમ ઓૈર ઘોસ્ટ' તથા 'મેકિસમમ' જેવી ફિલ્મનું નિર્દેશન કરી ચુકેલા કબીર કોૈશિક આ ફિલ્મનું નિર્દેશન સંભાળશે. ખાસ વાત એ છે કે દર્શકોને ત્રણ દમદાર કલાકારો એક સાથે પરદા પર જોવા મળશે. અમિતાભ બચ્ચન અને નસિરૂદ્દીન શાહે આટલા વર્ષોમાં કદી પણ સાથે ફિલ્મ કરી નથી. રાજકુમાર રાવ પણ આ બંને સાથે પહેલી વખત કામ કરશે. અમિતાભ બચ્ચને તાજેતરમાં સફાઇ માટેના ૨૫ નાના મશીનો અને એક ટ્રક ખરીદીને મુંબઇ મહાનગર પાલિકાને અર્પણ કર્યા હતાં. તેમણે ઉત્તરપ્રદેશના ૧૩૯૮ ખેડૂતોનું ૪.૦૫ કરોડનું દેણું પણ ચુકવ્યું હતું.

 

(9:41 am IST)