Gujarati News

Gujarati News

News of Tuesday, 28th November 2017

અભિષેક ચંદ્રની ફિલ્મમાં નજરે પડશે અમિતાભ-જયાની જોડી

મુંબઈ:બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મ ગ્રેટ લીડરનો ફર્સ્ટલુક લોન્ચ કરવામાં આવ્યો છે. ફિલ્મનુ ડાયરેક્શન અભિષેક ચંદ્રા કરી રહ્યા છે અને ફિલ્મને દીપક સાવંત પ્રોડયુસ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે દીપક સાવંત લાંબા સમય સુધી બિગ-બીના મેકઅપ આર્ટિસ્ટ રહી ચુક્યા છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચનની સાથે તેમના પત્ની જયા બચ્ચન પણ નજરે પડશે. આપને જણાવી દઈએ કે, અમિતાભ અને જયા પહેલા કી એન્ડ કા ફિલ્મમાં નજરે પડયા હતા. ફિલ્મમાં બન્ને કેમિયો રોલમાં નજરે પડયા હતા. ફિલ્મ ગ્રેટ લીડરમાં અભિનેતા ગુલશન ગ્રોવર અને ભોજપુરી એક્ટર નિરહુઆ પણ મહત્વની ભૂમિકામાં નજરે પડશે. ગ્રેટ લીડર ફિલ્મ આગામી વર્ષે રીલીઝ કરવામાં આવશે, જ્યારે ફિલ્મનુ શુટિંગ હાલમાં પૂરુ થયુ છે. 

 

(6:45 pm IST)