Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

સોનાક્ષી અને હુમાને વધારવું પડશે વજન

સોનાક્ષી સિન્હા અને હુમા કુરેશીને એક સાથે લઇ કોમેડી ફિલ્મો બનાવવા માટે જાણીતા મુદ્દસર અઝીઝ એક ફિલ્મ બનાવી રહ્યા છે. બોડી અને ફેશન ચોઇસીસને કારણે ઘના લોકોને બીજા લોકોની ટીકાનો સામનો કરવો પડતો હોય છે. આ ઇશ્યુને હળવા અંદાજમાં આ ફિલ્મમાં રજૂ કરવામાં આવશે. પતિ પત્નિ ઔર વો, હેપ્પી ભાગ જાયેગી અને દુલ્હા મિલ ગયા જેવી કોમેડીઝ માટે જાણીતા મુદ્દસરની ફિલ્મનું નામ 'ડબલ એકસએલ' રાખવામાં આવ્યું છે. આ ફિલ્મનું શુટીંગ લંડનમાં કરવામાં આવે તેવી શકયતા છે. બોડીઝ અને ફેશન સેન્સને કારણે સોનાક્ષી અને હુમા અવાર નવાર ટારગેટ બની ચુકી છે. હવે આ મુદ્દાની ફિલ્મમાં જ આ બંને સાથે કામ કરશે.  આ બંને અભિનેત્રી ઓવરવેઇટ ગર્લ્સના રોલ નિભાવશે. પાત્રો માટે બંનેને  વજન વધારવાની પ્રોસેસમાંથી પસાર થવું પડશે. શુટીંગ પછી વજન ઘટાડશે.

(10:29 am IST)