Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

'મુલ્ક'ના પ્રમોશન દરમ્યાન અનુભવ સિંહાએ તાપસી પન્નુની સાથે એક વિચાર પર ચર્ચા કરી

 મુંબઈ:'મુલ્ક'ના પ્રમોશન્સ દરમિયાન અનુભવ સિંહાએ તેમની લીડિંગ લેડી તાપસી પન્નુની સાથે એક આઇડિયા વિશે ચર્ચા કરી હતી. વિચાર આજે તેમની સાથેની બીજી ફિલ્મ 'થપ્પડ'માં કન્વર્ટ થયો છે. જે આવતા વર્ષે આઠમી માર્ચે વુમન્સ ડેના રોજ રિલીઝ થશે.
                     
ફિલ્મમેકરે જણાવ્યું હતું કે, મૂળ આઇડિયા પુરુષ-સ્ત્રીના સંબંધોના પાસાને એક્સપ્લોર કરવાનો છે. તેઓ કહે છે કે, 'તાપસીની સાથે એના વિશે ચર્ચા કરતી વખતે હું સંમત થયો હતો કે, આગળ કામ કરવા માટે સ્ટોરીમાં દમ છે.'

અનુભવે મૃણમયી લાગૂની સાથે મળીને ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરી છે. જેમાં આઠ કૅરૅક્ટર્સ મુખ્ય છે. તેમની જિંદગી સમાંતર ચાલી રહી છે અને કોઇક એક તબક્કે તેમનું મિલન થાય છે.

(5:47 pm IST)