Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ઇટલીમાં વેકેશન મનાવી રહી છે કબીર સિંહની 'પ્રીતિ' ફોટોમાં જોવા મળ્યો ક્યૂટ અંદાજ

 મુંબઈ: અભિનેત્રી કિયારા અડવાણી પોતાના ફેશનના કારણોસર હંમેશા ચર્ચામાં આવી રહી છે. કબિર સિંહમાં તેમણે એક સાદી યુવતીનું પાત્ર ભજવ્યું હતું પરંતુ રિયલમાં તે ખુબજ બોલ્ડ છે. વાતની સાબિતી તેમના લેટેસ્ટ ફોટા પરથી થઇ રહી છે. જેને અભિનેત્રીએ ઇન્સટ્રાગ્રામ પર  શેર કર્યા છે.

                      મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે છેલ્લા થોડાક દિવસોથી કિયારા ઇટલીમાં વેકેશનની મજા માણી રહી છે. દરમ્યાન તેમને પોતાના ચાહકો સાથે ફોટો શેર કર્યા છે. ફોટોમાં તે ફ્લોરલ પ્રિન્ટ શોર્ટ ડ્રેસમાં નજરે પડી રહી છે. મિનિમલ મેકઅપ અને પોનીથી કિયારાએ પોતાના લુકને પૂર્ણ કર્યું છે જેમાં તે ખુબજ સુંદર દેખાઈ રહી છે.

(5:43 pm IST)