Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

'જેઠાલાલ' મળ્યા રજનીકાંતનેઃ વર્ષો જુનુ સપનું પુરૂ થયાની લાગણી દર્શાવી

મુંબઇ : 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શ્રેણીના મુખ્ય પાત્ર જેઠાલાલનો સામનો તાજેતરમાં સાઉથના સુપર સ્ટાર રજનીકાંત સાથે થઇ ગયો. સુપર સ્ટારને મળ્યા બાદ જેઠલાલ એટલે કે દિલીપ જોષી ભારે ખુશ થઇ ગયા હતાં. જેઠાલાલે રજનીકાંત સાથેની તસ્વીર પોતાના ટવીટર એકાઉન્ટ પર શેયર કરી હતી. તસ્વીર સાથે દિલિપ જોષીએ લખ્યું હતું કે, 'ભગવાન કે ઘર દેર હૈ, અંધેર નહિ. હમેશા રજનીસરને મળવા ઇચ્છતો હતો. અવિશ્વસ્તીય સંયોગ હતો કે હું તેમને ફિલ્મ સીટીમાં મળી ગયો. તેઓ મારા માટે પ્રેરણા સ્ત્રોત છે' અને વિનમ્રતાની તેઓ ખાણ છે. તેમને મળી હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું.

(4:58 pm IST)