Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

કરીનાએ પહેરેલો ડ્રેસ ૩૮.૫૦ લાખનોઃ આટલી કિંમતમાં ૨બીએચકેનું ઘર લઇ શકાય

ફિલ્મ કલાકારો વૈભવમાં આળોટે છેઃ હાઇટેક ખર્ચા

મુંબઇ, તા.૨૮: બોલિવુડ એકટ્રેસ કરીના કપૂર ખાન ઈન્ડસ્ટ્રીની સૌથી મોટી ફેશનિસ્ટાઝમાંથી એક છે. તે પોતાના ફેન્સ અને ફોલોવર્સની સાથે-સાથે કો-સ્ટાર્સને પણ ફેશન ગોલ્સ આપતી જોવા મળે છે. તે પછી તેનો એરપોર્ટ લૂક હોય, જિમ લૂક હોય કે રેડ કાર્પેટ લૂક, તે પોતાની ફેશન સેન્સના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે કરીના ડ્રેસ કે ગાઉન નહીં પરંતુ નેકલેસના કારણે ચર્ચામાં આવી છે.

કરીના કપૂર હાલ ટીવી રિયાલિટી શો જજ કરી રહી છે જેમાં તે લૂકસ સાથે એકસપરિમેન્ટ કરતી જોવા મળે છે. આ દરમિયાન એક સ્પેશિયલ એપિસોડમાં કરીના પાઉડર પિંક કલરના ઓફ શોલ્ડર ડિઝાઈન અને ડ્રામેટિક સ્લીવ્સની સાથે એકદમ સેકસી ગાઉનમાં જોવા મળે. જે કુવૈતી ડિઝાઈનર યુસુફ અલ ઝાસમીએ ડિઝાઈન કર્યું હતું.

પરંતુ કરીનાના આ સેકસી ગાઉન કરતા વધારે સાપના ડિઝાઈનવાળો નેકલેસ ચર્ચામાં છે અને તેનું કારણ છે તેની કિંમત. કરીના આ સર્પેન્ટાઈલ કોઈલ ડિઝાઈનવાળો ૧૮ કેરેટ યલો ગોલ્ડ અને ડાયમંડથી બનેલો Bulgari બ્રાન્ડનો નેકલેસ પહેર્યો હતો જેની કિંમત ૩૮.૫૦ લાખ રૂપિયા છે.

આટલી કિંમતમાં તમે ૨BHK ઘર પણ ખરીદી શકો છો. કરીનાને મોંઘા અને ડિઝાઈનર કપડાની સાથે-સાથે લકઝુરિયસ એસેસરીઝનો પણ શોક છે.

(10:03 am IST)