Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

તૈમુરની નૈનીને મળે આ ખાસ સુવિધાઓ

મુંબઈ:સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનાં દીકરા તૈમુરનાં ફેન્સ કોઇ સ્ટારથી ઓછા નથી. તેની ક્યૂટનેસ પર બધા જ ફિદા છે. એવો કોઇ દિવસ નથી હોતો કે સોશિયલ મીડિયા પર તેની તસવીરો વાયરલ ના થતી હોય. અત્યારે તૈમુરે 5 વર્ષ પણ પૂર્ણ કર્યા નથી, તેમ છતા તે સોશિયલ મીડિયા પર સ્ટાર બની ગયો છે. તેમુરનાં નામ પર ફેન ક્લબ પણ છે. તેના ઘરની બહાર અને એરપોર્ટ પર તેની સાથે સેલ્ફી પડાવવા માટે લોકોની ભીડ જામતી હોય છે. પરંતુ તૈમુરની દેખભાળ રાખનાર નૈની વિશે શું તમે જાણો છો? તમને જાણીને આશ્ચર્ય થશે કે આ નૈનીની જૉબ એટલી સરળ નથી જેટલું તમને કેમેરામાં જોવા મળે છે. તેમની સેલેરી નોકરી કરનાર વ્યક્તિ કરતા ઘણી વધારે છે. તૈમુરની નૈની જેનું નામ સાવિત્રી છે તેની સેલેરી જાણીને ટેલેન્ટેડ એન્જીનિયર્સ, એમબીએ અને આઈટી પ્રોફેશનલ્સને પણ પોતાની સેલેરી ઓછી લાગશે. સાવિત્રીને ના ફક્ત સારી સેલેરી મળે છે, પરંતુ ઑવર ટાઇમ પ્રોફેશનલ ફી પણ આપવામાં આવે છે. સાથે જ ટ્રાવેલિંગ દરમિયાન તેને અલાવેંસ પણ આપવામાં આવે છે.

(5:17 pm IST)