Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

પી.વી.સિંધુ બાયોપિક ઉપર ફિલ્મનું નિર્માણ શરૂ

કલાઈમેકસ પર રાઈટીંગ કામ શરૃઃ અભિનેત્રી તરીકે કોણ રહેશે તેના પર ચર્ચા

મુંબઇ,તા. ૨૮ : ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિન્ધુની લાઇફ પર હવે ફિલ્મ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. સિન્ધુએ હાલમાં વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિનશીપમાં ગોલ્ડ મેડલ જીતીને તમામને રોમાંચિત કરી દીધા છે. પીવી સિન્ધુની આ મોટી જીત બાદ બોલિવુડની સાથે સાથે તમામ લોકો ઝુમી ઉઠ્યા છે. દરેક ભારતીય ગર્વ અનુભવ કરે છે.

પીવી સિન્ધુની બાયોપિક પર કામ કરી રહેલા અભિનેતા સોનુ સુદે કહ્યુ છે કે સિન્ધુની જીત તમામ માટે પ્રેરણા સમાન છે. સોનુ સુદે કહ્યુ છે કે સિન્ધુની બાયોપિક માટે આવા જ ક્લાઇમેક્સની રાહ અમે જોઇ રહ્યા હતા. આવા ક્લાઇમેક્સ જે ઇતિહાસ રચી શકે તેની રાહ જોઇ રહ્યા હતા. હવે પીવી દ્વારા ઇતિહાસ સર્જી દેવામાં આવ્યો છે. જેથી હવે ક્લાઇમેક્સ પર કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે. સિન્ધુની બાયોપિક ફિલ્મ પર કામ તો ખુબ પહેલાથી જ ચાલી રહ્યુ છે. ફિલ્મમાં પીવીની ભૂમિકા કોણ કરશે તેની ચર્ચા હજુ પણ ચાલી રહી છે.

(4:13 pm IST)