Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

પ્રભાસની ' સાહો' 10 હજાર સ્ક્રીન્સમાં થશે રિલીઝ : તોડ્યો રજનીકાંતની 2.0 અને બાહુબલી-2નો રેકોર્ડ

સાહો ભારતમાં પહેલા જ દિવસે 75 કરોડ રૂપિયાની કમાણી કરી શકે

મુંબઈ : સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ સાહોની રિલિઝને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યાં જ આ ફિલ્મે અનેક રેકોર્ડઝ તોડી નાંખ્યાં છે. 350 કરોડના મેગાબજેટની આ ફિલ્મ દેશભરમાં મોટા સ્કેલ પર રિલિઝ થવા જઇ રહી છે. રિપોર્ટસ અનુસાર સાહોએ સ્ક્રીન્સ શેરિંગના મામલે બાહુબલી 2 અને રજનીકાંતની સાયન્સ ફિક્શન 2.0નો રેકોર્ડ તોડી નાંખ્યો છે

 સાહોને ભારતમાં 10 હજાર સ્ક્રીન્સ પર રિલિઝ કરવામાં આવી રહી છે. એક રિપોર્ટ અનુસાર ફિલ્મ 10 હજાર સ્ક્રીન્સ પર રિલિઝ થઇ રહી છે. કેટલીક ટ્રેન્ડ રિપોર્ટસમાં અંદાજ લગાવામાં આવ્યો છે કે સાહો ભારતમાં પહેલા જ દિવસે 75 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે.

 તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં સાહોને 2 હજારથી વધુ સ્ક્રીન્સ મળી છે. અક્ષય કુમાર અને રજનીકાંતની 2.0 ગ્લોબલી 10 હજાર સ્ક્રીન્સ પર રિલિઝ થઇ હતી. ત્યા પ્રભાસની બાહુબલી 2ને દુનિયાભરમાં 9 હજાર સ્ક્રીન્સ મળી હતી. જણાવી દઇએ કે સાહોને નોર્થ ઇન્ડિયામાં 4500થી વધુ સ્ક્રીન્સ મળી છે

 આંધ્રપ્રદેશ અને તેંલગાણાની સિંગલ સ્ક્રીન્સ પર શરૂઆતના દિવસો માટે ટિકિટોના ભાવમાં 200 રૂપિયાનો વધારો કરવા માગે છે. પરંતુ હજુ તેના પર કોઇ નિર્ણય લેવાયો નથી. તેમ પણ જાણવા મળી રહ્યું છે કે એમોઝોને સાહોના રાઇટ્સ 40 કરોડમાં ખરીદ્યા છે. સાથે જ મૂવીના તેલુગુ, મલયાલમ, તમિલના સેટેલાઇટ રાઇટ્સ 70 કરોડ અને હિન્દી રાઇટ્સ પણ 70 કરોડમાં વેચાયા છે.

 સાહોને ચાર ભાષાઓમાં રિલિઝ કરવામાં આવી રહી છે. તેમાં હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષા સામેલ છે. સાહો પહેલી તેલુગુ મૂવી છે જેને ટ્વિટર ઇમોજી મળ્યું છે. આ પ્રભાસની પહેલી બોલીવુડ ફિલ્મ છે. પ્રભાસે પોતે જ ડાયલૉગ્સ હિન્દીમાં બોલ્યા છે. સાહોમાં પ્રભાસની ઓપોઝીટ શ્રદ્ધા કપૂરની જોડી છે

(1:36 pm IST)