Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

સોહામણી સોનમ

અભિનેત્રી સોનમ કપૂરની ફિલ્મ 'ધ ઝોયા ફેકટર'નું પોસ્ટર લિરીજ થઇ ગયું છે. આ ફિલ્મ ૨૦મી સપ્ટેમ્બરે આવી રહી છે. અનુજા ચોૈહાણની નવલકથા 'ધ જોયા ફેકટર' પર આધારીત છે. ફિલ્મ એવી છોકરીની કહાની પર છે જે વર્લ્ડકપ વખતે ભારતીય ક્રિકેટ ટીમની લક્કીચાર્મ બની જાય છે. સોનમે પોસ્ટર ટ્વિટર પર પોસ્ટ કરીને કર્યુ છે. જેમાં સોનમ એક દેવીના અવતારમાં છે. જેના એક હાથમાં બેટ છે અને બીજા હાથમાં હેલ્મેટ છે. સોનમે મજેદાર કેપ્શન પણ લખ્યું છે કે-નીંબૂ ઓૈર મિર્ચી કી જરૂરત કિસે  હૈ, જબ આપકે પાસ જોયા સોલંકી હૈ!...ભારત કી લક્કીચાર્મ અપના કમાલ દિખાને કે લિયે તૈયાર. સોનમના આ પોસ્ટરને ખુબ લાઇકસ મળી છે. સોનમ સાથે ફિલ્મમાં દલકીર સલમાન મુખ્ય રોલમાં છે. સોનમની ફિલ્મો સતત ચર્ચામાં રહેતી હોય છે. હવે ચાહકો આ ફિલ્મની રાહમાં છે. છેલ્લે આવેલી એક લડકી કો દેખા તો ઐસા લગા ફિલ્મ સમલૈંગિક પ્રેમ પર આધારીત હતી.

(10:00 am IST)