Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

રિબૂટ વર્ઝન માટે નિયાનો નવો લૂક

ઝી ટીવી પર ખુબ લોકપ્રિય બનેલો શો 'જમાઇ રાજા' હવે ઓટીટી પ્લેટફોર્મ જી-ફાઇવ પર રિબૂટ વર્ઝનમાં આવી રહ્યો છે.  આ શોમાં અભિનેત્રી નિયા શર્મા અલગ જ લૂકમાં જોવા મળવાની છે. રિબૂટ વર્ઝન માટે નિયાએ પોતાની સ્ટાઇલ જાતે જ ડિઝાઇન કરી છે અને આ વખતે બદલાયેલી કહાનીમાં તે ખુબ જ બિન્દાસ્ત છોકરી બનીને આવશે. જી-ફાઇ માટે બની રહેલી સિરીઝ જમાઇ રાજા-૨.૦ સાથે જોડાયેલા લોકોના કહેવા મુજબ નિયાએ ટીવી શોમાં ભારતીય વસ્ત્રો પહેરીને અલગ જ ઓળખ ઉભી કરી હતી. પણ વેબ સિરીઝમાં આવી રહેલા આ શો માટે તે અલગ જ લૂક ધારણ કરીને સામે આવવાની છે. નિયા ૨૦૧૦માં કાલી-એક અગ્નિપરિક્ષા શો થકી ટીવી પરદે આવી હતી. એ પછી તેણે એક હજારોમેં મેરી બહેના હૈ, બહેને, ઇસ પ્યાર કો કયા નામ દૂં, પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા, પવિત્ર રિશ્તા, કુબૂલ હૈ અને જમાઇ રાજા જેવા અનેક શો કર્યા છે. અગાઉ ટ્વિસ્ટેડ નામની સિરીઝમાં પણ કામ કરી ચુકી છે.

(9:59 am IST)